ભગવાન શ્રી કૃષ્ણના જ્ઞાનમાંથી શક્તિ મેળવવી હું વિચારું છુ કે કદાચ જીવન ની કોઈ એવી ક્ષણ નથી જે જેનું સમાધાન આપણને ગીતાજી માંથી ના મળે.
જીવનમાં જ્યારે આપણે ખોવાયેલા, લાગણીઓથી ભરાઈ ગયેલા અથવા મૂંઝવણ અનુભવતા હોઈએ છીએ ત્યારે આપણા પૌરાણિક સાહિત્ય કે જે આપણ ને ચોક્કસ દિશા કે રસ્તો બતાવે છે. કદાચ એ ચોક્કસ સમયે જયારે આપણે અસ્વસ્થ હોઈએ કે અંદર થી તૂટેલા હોઈએ ત્યારે મે અનુભવ્યું છે કે જે અદૃશ્ય શક્તિ છે જેને આપણને જીવન આપ્યું છે દરેક વ્યક્તિ ને કોઈ ને કોઈ સારા કામ માટે નિમિત્ત માત્ર બનાવ્યા છે.
આપણ ને સામાન્ય રીતે પ્રશ્ન થાય કે ?
હું જ માત્ર આનો સામનો કેમ કરી રહ્યો છું?
માત્ર મારા માટે જ કેમ?
આ પરિસ્થિતિમાં હું શું કરું છું?
મારું હૃદય આટલું ભારે કેમ લાગે છે?
જ્યારે શ્રી ભાગવત ગીતા લખાઈ હતી, ત્યારે એવું કોઈ મંદિર હશે જ નહીં જ્યાં તે બોલવામાં કે સાંભળવામાં આવ્યું ન હોય. તે સમયે પરિસ્થિતિગત લાગણીઓ અને ક્રિયાઓ વચ્ચે સંઘર્ષ દરમિયાન લખાઈ હતી. આપણે જે પણ નિર્ણય લઈએ છીએ, તે ખરાબ છે; ભાવનાઓ અને જવાબદારીનો સંઘર્ષ છે. આપણે નૈતિક રીતે ચિંતિત છીએ, જે કરવા અથવા જ્યાં જવા માંગીએ છીએ, તે ક્યારેક પ્રાપ્ત નથી થતું, પરંતુ જે આપણા માટે નિર્ધારિત છે, તે વ્યક્તિ, જગ્યા અથવા કાર્ય ચોક્કસ સમયે પ્રાપ્ત થાય છે. બસ, આપણે માત્ર તે સમયની રાહ જોવાની છે, ધીરજ રાખવાની છે, અને ખાસ કરીને, તે અદ્રશ્ય શક્તિમાં વિશ્વાસ રાખવાનો છે, જે આપણને ચેતના આપે છે. અહીંથી ભાગવત ગીતા સમજવાની શરૂઆત થાય છે.
શાંતિમાં નહીં,વિચારતી વખતે નહીં.પરંતુ જીવન માટે ભાવનાત્મક સંઘર્ષની પરિસ્થિતિમાં.
જયારે કુંતીપુત્ર અર્જુન અથવા પાર્થ શાંત ન હતા તે સમયે તે ધ્રુજતા અવાજે , નર્વસ અને ભાંગી પડ્યા હતા કારણ કે તેને બધા સંબંધીઓ સાથે લડવું પડે છે.આ કારણોસર, ગીતાજીમાં આપેલું જ્ઞાન તેમની પર ફક્ત રાખેલી શ્રદ્ધા કે આસ્થા કરતા કઈક વિશેષ પુસ્તક કે જ્ઞાન નો ગ્રંથ વધુ છે.તે વાસ્તવિક વ્યક્તિગત સમસ્યાઓ માટે માર્ગદર્શિકા તરીકે કામ કરે છે.
અધ્યાય ૧ થી ૧૮, હું દરેક શક્તિશાળી શ્લોકની ચર્ચા કરીશ જે આજના પડકારો અથવા તૈયારીઓને પ્રભાવિત કરી શકે છે અથવા પ્રેરિત કરી શકે છે.
વિચારવાની રીત તરીકે નહીં. પરંતુ એવી શક્તિ તરીકે જે વ્યક્તિઓને શક્તિ આપે છે જ્યારે આપણે જીવનમાં એવી પરિસ્થિતિઓનો સામનો કરીએ છીએ ત્યારે આપમેળે રસ્તો મળી જાય છે દિશા મળી જાય છે અથવા તો કોઈક ચોક્કસ રસ્તો બતાવી જાય છે.
અધ્યાય ૧: અર્જુન મૂંઝાઈ જાય છે અને લડવાનો ઇનકાર કરે છે.ત્યારે શ્રી કૃષ્ણ ધ્વારા જે સમજાવાય છે તે સત્ય છે.
અધ્યાય ૨: આત્મા શાશ્વત છે,આપણી વ્યક્તિગત સમજણ થી તમારું કર્તવ્ય કરો.
અધ્યાય ૩: પરિણામોની અપેક્ષા રાખ્યા વિના તમારું કર્તવ્ય કે કાર્ય કર્મ જે પૂરી નિષ્ઠા થી લગન થી કરો.
અધ્યાય ૪: મેળવેલું સાચું જ્ઞાન અજ્ઞાન દૂર કરે છે અને તમને બધાજ બંધન થી મુક્ત કરે છે.તે ભય,શોક,ડર કઈ પણ કેમ ના હોય.
અધ્યાય ૫: પરિણામોથી ચિંતા કર્યા વગર બધુજ ઈશ્વર ને સોંપી દેવાનું તે જ શાંતિ લાવે છે.
અધ્યાય ૬: આજ ના સમય માં યોગ ,ધ્યાન અને ચિંતન ઈશ્વર નો મંત્ર કે જાપ દ્વારા મનને નિયંત્રિત કરો.
અધ્યાય ૭: ભગવાનના સાચા તથા સરળ સ્વભાવને સમજો.તે દરેક સમયે સાચો જ રસ્તો બતાવે છે કોઈ પણ સ્વરૂપે મદદરૂપ થાય છે.
અધ્યાય ૮: દરેક સમયે ભગવાનને યાદ રાખો, ખાસ કરીને મૃત્યુ સમયે.કેમ કે જન્મ કે મૃત્યુ નું જે ચક્ર છે જે તેના જ હાથ માં છે જે સમજવું અને સ્વીકારવું.
અધ્યાય ૯: ભગવાન દરેક જગ્યાએ હાજર છે અને દરેક જીવ માં ભગવાન રહેલા જ છે બધાને કોઈ ને કોઈ સ્વરૂપે મદદ આપે છે.
અધ્યાય ૧૦: બધી જ ખૂબીઓ સિદ્ધિઓ કે જે આપણે સમયાંતરે મેળવીએ છીએ કે જે તે વ્યક્તિને યોગ્ય કે મહાન બાંવે છે તે ઈશ્વર તરફ થી તેને મેળવેલી ભેટ સમાન છે.
અધ્યાય ૧૧: ભગવાનના વૈશ્વિક સ્વરૂપમાં સમગ્ર બ્રહ્માંડનો સમાવેશ થાય છે.
અધ્યાય ૧૨: ભક્તિ એ ભગવાન સુધી પહોંચવાનો સૌથી સરળ માર્ગ છે જેમાં કોઈ ભેદ રેખા નથી બધા જ સમાન છે તેના દરબાર માં એટલે ભક્તિ થી ચોક્કસ જ્ઞાન રૂપી અજવાળું મળે છે.
અધ્યાય ૧૩: શરીર અને આત્મા વચ્ચેની ભેદ રેખા જો સમજીએ તો કદાચ આપણે સામે વાળી વ્યક્તિને તેના દુખ ને સમજી શકીએ.
અધ્યાય ૧૪: ત્રણ ગુણો સત્ય ,રજશ તથા તમસ જે વ્યક્તિ ના વર્તન ને નિયંત્રિત કરે છે જેનાથી ઉપર આવાની જરૂર છે.
અધ્યાય ૧૫: ભગવાન એ સત્ય અમર તથા સર્વોચ્ચ અનંત વાસ્તવિકતા છે.
અધ્યાય ૧૬: દૈવી ગુણોનું પાલન કરવું તથા આસુરી સ્વભાવથી દૂર રહેવું એવું કોઈ કામ ન કરીએ જેથી ભગવાન સામે આંખ ના મિલાવી શકીએ.
અધ્યાય ૧૭: આપણા માં રહેલી શ્રદ્ધા જે તે વ્યક્તિના સ્વભાવ પર આધાર રાખે છે અને તેના પુરા જીવનને આકાર આપવાનું કામ કરે છે.
અધ્યાય ૧૮: આપણે બધા જ ગ્રંથો માં સાંભળ્યું છે અંતે તે જીવ વૈકુંઠ ને પામ્યો ભગવાનને જે સુંદર જીવન આપ્યું છે તે તેમને જ સમર્પિત કરી ને મુક્તિ મેળવો ક્યારેય ખરાબ વિચાર ન લાવીએ.
