માતૃભાષા દિવસ માત્ર ભાષાનો ઉત્સવ નથી એ
આપણી સંસ્કૃતિ, સંસ્કાર અને આંતરિક શક્તિનો ઉત્સવ છે.
આજે હું એક એવો અનુભવ શેર કરું છું, હું માત્ર ૧૨ વર્ષ
ની હતી ત્યારે
મને જીવનનો સાચો અર્થ સમજાવ્યો
એક બાજુ ભુકંપનો દિવસ હતો ધરતી ધ્રુજી રહી હતી,લોકો પોતાના
સ્વજનોને શોધી રહ્યા હતા,
ભય અને અનિશ્ચિતતા ચારેબાજુ હતી.અને એ જ દિવસે અમારા પરિવારમાં લગ્નનો પ્રસંગ હતો.
તમામ તૈયારીઓ થઈ ગઈ હતી. સાંજનાં સમયે જમણવાર માટેની તૈયારી થઇ ગઈ હતી
હજાર જેટલા મહેમાનો આવવાના હતા.પરંતુ ભુકંપ પછી પરિસ્થિતિ એવી બની કે
ઘણા લોકો આવી શકે તેવી સ્થિતિમાં નહોતા.
પ્રશ્ન ઊભો થયો
હવે શું કરવું?
જમણવાર બગડે?
પ્રસંગ અધૂરો રહી જાય?
તે સમયે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો
જ્યાં તે વર વધુ નાં પરિવાર જનો રેહતા હતા તે ફ્લેટના દરેક બ્લોકમાં રહેતા,ભુકંપથી ડરી ગયેલા
તમામ પરિવારજનોને આમંત્રણ આપવાનું.“એકલા ન રહો,આવો, સાથે બેસીએ.”
એ દિવસે ફક્ત બધા એ સાથે ભોજન જ ન આપવામાં આવ્યું પણ હિંમત આપવામાં આવી.અને એ
સમયે ભગવદ ગીતા માં સુચવેલા શ્લોક મુજબ જે લગ્ન ના
ગીતો ગાવા માટે બોલાવેલા તેમને ખુબ સરસ અને હૃદયસ્પર્શી વાત કરી.જેમાં
ગીતાજીમાં કહેવામાં આવ્યું છે
“જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુઃ, ધ્રુવં જન્મ મૃતાંસ્ય ચ।” (અધ્યાય ૨ શ્લોક ૨૭)
જન્મ અને મૃત્યુ પ્રકૃતિનો નિયમ છે.ઘણી બાબતો આપણા નિયંત્રણમાં નથી.પણ
પરિસ્થિતિ સામે ઉભા રહેવાની હિંમત એ આપણા હાથમાં છે.તે દિવસે અમે ગીતાજી ના શ્લોકો
સંભળાવ્યા,
આત્માની અવિનાશિતાનું તત્ત્વ સમજાવ્યું.
ધીમે ધીમે લોકોના ચહેરા પર શાંતિ આવતી ગઈ.ભય ઓગળતો ગયો.
અને સમજ જન્મી.
તે દિવસે મને સમજાયું
ભગવાન પર વિશ્વાસ ફક્ત પ્રાર્થનામાં નથી,
પણ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવામાં છે.
દરેક વ્યક્તિના જીવનમાં
પણ ઘણીવાર કપરી પરિસ્થતિ નાં ભૂકંપ આવે છે
પણ આ બધાથી ઉપર છે જો કઈ છે તો એ મારી માટે ભગવાન
પરનો અડગ વિશ્વાસ.
જ્યારે હું વિચારું છું, ત્યારે લાગે છે “એટલો અઘરો સમય પણ પસાર થઈ ગયો.”
એ મારી શક્તિ નહોતી,એ તો ઈશ્વરે આપેલી હિંમત હતી.
જે શક્તિએ મને ખરાબ
સમય પાર કરાવ્યો,તે જ શક્તિ આગળ પણ મને રસ્તો બતાવશે
એવો વિશ્વાસ મને ગીતાજી પર છે.
ગીતાજી શીખવે છે
આપણે માત્ર પોતાની ફરજ નિષ્ઠાથી નિભાવવી.પરિણામ ઈશ્વર પર છોડી દેવું.
જો આપણો પરિવાર સુખી રહે,એથી પણ વિશેષ જો
આપણું મન શાંત રહે તો એ જ સૌથી મોટી સફળતા છે.
અને જ્યારે હું આ બધું ગુજરાતી ભાષામાં વાંચું છું,ત્યારે તે ફક્ત
શબ્દ નથી રહેતા તે જીવનનો આધાર બની જાય છે.
માતૃભાષા મારા માટે આત્માનો સ્વર છે, અને ગીતાજી એ આત્માની શક્તિ.
ભગવાને જે થવાનું છે તે નક્કી કર્યું જ છે જે આપણે તેમની પર અતુટ વિશ્વાસ રાખી તેમને સુચવેલા
દ્રષ્ટાંતો માંથી, હિંમત, કર્તવ્ય અને વિશ્વાસ સાથે જીવન જીવવાનું એ ખાલી આપણા હાથમાં છે.
