Wednesday, 18 March 2026

જીવન જીવવાની કળા: શક્તિ અને સમતુલન, ભાગવત ગીતાજી અનુસાર

ભગવાન  શ્રી કૃષ્ણના જ્ઞાનમાંથી શક્તિ મેળવવી હું વિચારું છુ કે કદાચ જીવન ની કોઈ એવી ક્ષણ નથી જે જેનું સમાધાન આપણને ગીતાજી માંથી ના મળે. 

જીવનમાં જ્યારે આપણે ખોવાયેલા, લાગણીઓથી ભરાઈ ગયેલા અથવા મૂંઝવણ અનુભવતા હોઈએ છીએ ત્યારે આપણા પૌરાણિક સાહિત્ય કે જે આપણ ને ચોક્કસ દિશા કે રસ્તો બતાવે છે. કદાચ એ ચોક્કસ સમયે જયારે આપણે અસ્વસ્થ હોઈએ કે અંદર થી તૂટેલા હોઈએ ત્યારે મે અનુભવ્યું છે કે જે અદૃશ્ય શક્તિ છે જેને આપણને જીવન આપ્યું છે દરેક વ્યક્તિ ને કોઈ ને કોઈ સારા કામ માટે નિમિત્ત માત્ર બનાવ્યા છે.

આપણ ને સામાન્ય રીતે પ્રશ્ન થાય કે ?

હું જ માત્ર આનો સામનો કેમ કરી રહ્યો છું?

માત્ર મારા માટે જ કેમ?

આ પરિસ્થિતિમાં હું શું કરું છું?

મારું હૃદય આટલું ભારે કેમ લાગે છે?

જ્યારે શ્રી ભાગવત ગીતા લખાઈ હતી, ત્યારે એવું કોઈ મંદિર હશે જ નહીં જ્યાં તે બોલવામાં કે સાંભળવામાં આવ્યું ન હોય. તે સમયે પરિસ્થિતિગત લાગણીઓ અને ક્રિયાઓ વચ્ચે સંઘર્ષ દરમિયાન લખાઈ હતી. આપણે જે પણ નિર્ણય લઈએ છીએ, તે ખરાબ છે; ભાવનાઓ અને જવાબદારીનો સંઘર્ષ છે. આપણે નૈતિક રીતે ચિંતિત છીએ, જે કરવા અથવા જ્યાં જવા માંગીએ છીએ, તે ક્યારેક પ્રાપ્ત નથી થતું, પરંતુ જે આપણા માટે નિર્ધારિત છે, તે વ્યક્તિ, જગ્યા અથવા કાર્ય ચોક્કસ સમયે પ્રાપ્ત થાય છે. બસ, આપણે માત્ર તે સમયની રાહ જોવાની છે, ધીરજ રાખવાની છે, અને ખાસ કરીને, તે અદ્રશ્ય શક્તિમાં વિશ્વાસ રાખવાનો છે, જે આપણને ચેતના આપે છે. અહીંથી ભાગવત ગીતા સમજવાની શરૂઆત થાય છે.

શાંતિમાં નહીં,વિચારતી વખતે નહીં.પરંતુ જીવન માટે ભાવનાત્મક સંઘર્ષની પરિસ્થિતિમાં.

જયારે કુંતીપુત્ર અર્જુન અથવા પાર્થ શાંત ન હતા તે સમયે તે ધ્રુજતા અવાજે , નર્વસ અને ભાંગી પડ્યા હતા કારણ કે તેને બધા સંબંધીઓ સાથે લડવું પડે છે.આ કારણોસર, ગીતાજીમાં આપેલું જ્ઞાન તેમની પર ફક્ત રાખેલી શ્રદ્ધા કે આસ્થા કરતા કઈક વિશેષ પુસ્તક કે જ્ઞાન નો ગ્રંથ વધુ છે.તે વાસ્તવિક વ્યક્તિગત સમસ્યાઓ માટે માર્ગદર્શિકા તરીકે કામ કરે છે.

અધ્યાય ૧ થી ૧૮, હું દરેક શક્તિશાળી શ્લોકની ચર્ચા કરીશ જે આજના પડકારો અથવા તૈયારીઓને પ્રભાવિત કરી શકે છે અથવા પ્રેરિત કરી શકે છે.

વિચારવાની રીત તરીકે નહીં. પરંતુ એવી શક્તિ તરીકે જે વ્યક્તિઓને શક્તિ આપે છે જ્યારે આપણે જીવનમાં એવી પરિસ્થિતિઓનો સામનો કરીએ છીએ ત્યારે આપમેળે રસ્તો મળી જાય છે દિશા મળી જાય છે અથવા તો કોઈક ચોક્કસ રસ્તો બતાવી જાય છે.

અધ્યાય ૧: અર્જુન મૂંઝાઈ જાય છે અને લડવાનો ઇનકાર કરે છે.ત્યારે શ્રી કૃષ્ણ ધ્વારા જે સમજાવાય છે તે સત્ય છે.

અધ્યાય ૨: આત્મા શાશ્વત છે,આપણી વ્યક્તિગત સમજણ થી તમારું કર્તવ્ય કરો.

અધ્યાય ૩: પરિણામોની અપેક્ષા રાખ્યા વિના તમારું કર્તવ્ય કે કાર્ય કર્મ જે પૂરી નિષ્ઠા થી લગન થી કરો.

અધ્યાય ૪: મેળવેલું સાચું જ્ઞાન અજ્ઞાન દૂર કરે છે અને તમને બધાજ બંધન થી મુક્ત કરે છે.તે ભય,શોક,ડર કઈ પણ કેમ ના હોય.

અધ્યાય ૫: પરિણામોથી ચિંતા કર્યા વગર બધુજ ઈશ્વર ને સોંપી દેવાનું તે જ શાંતિ લાવે છે.

અધ્યાય ૬: આજ ના સમય માં યોગ ,ધ્યાન અને ચિંતન ઈશ્વર નો મંત્ર કે જાપ દ્વારા મનને નિયંત્રિત કરો.

અધ્યાય ૭: ભગવાનના સાચા તથા સરળ સ્વભાવને સમજો.તે દરેક સમયે સાચો જ રસ્તો બતાવે છે કોઈ પણ સ્વરૂપે મદદરૂપ થાય છે.

અધ્યાય ૮: દરેક સમયે ભગવાનને યાદ રાખો, ખાસ કરીને મૃત્યુ સમયે.કેમ કે જન્મ કે મૃત્યુ નું જે ચક્ર છે જે તેના જ હાથ માં છે જે સમજવું અને સ્વીકારવું.

અધ્યાય ૯: ભગવાન દરેક જગ્યાએ હાજર છે અને દરેક જીવ માં ભગવાન રહેલા જ છે બધાને કોઈ ને કોઈ સ્વરૂપે મદદ આપે છે.

અધ્યાય ૧૦: બધી જ ખૂબીઓ સિદ્ધિઓ કે જે આપણે સમયાંતરે મેળવીએ છીએ કે જે તે વ્યક્તિને યોગ્ય કે મહાન બાંવે છે તે ઈશ્વર તરફ થી તેને મેળવેલી ભેટ સમાન છે. 

અધ્યાય ૧૧: ભગવાનના વૈશ્વિક સ્વરૂપમાં સમગ્ર બ્રહ્માંડનો સમાવેશ થાય છે.

અધ્યાય ૧૨: ભક્તિ એ ભગવાન સુધી પહોંચવાનો સૌથી સરળ  માર્ગ છે જેમાં કોઈ ભેદ રેખા નથી બધા જ સમાન છે તેના દરબાર માં એટલે ભક્તિ થી ચોક્કસ જ્ઞાન રૂપી અજવાળું મળે છે.

અધ્યાય ૧૩: શરીર અને આત્મા વચ્ચેની ભેદ રેખા જો સમજીએ તો કદાચ આપણે સામે વાળી વ્યક્તિને તેના દુખ ને સમજી શકીએ.

અધ્યાય ૧૪: ત્રણ ગુણો સત્ય ,રજશ તથા તમસ જે વ્યક્તિ ના વર્તન ને નિયંત્રિત કરે છે  જેનાથી ઉપર આવાની જરૂર છે.

અધ્યાય ૧૫: ભગવાન એ સત્ય અમર તથા સર્વોચ્ચ અનંત વાસ્તવિકતા છે.

અધ્યાય ૧૬: દૈવી ગુણોનું પાલન કરવું તથા આસુરી સ્વભાવથી દૂર રહેવું એવું કોઈ કામ ન કરીએ જેથી ભગવાન સામે આંખ ના મિલાવી શકીએ.

અધ્યાય ૧૭: આપણા માં રહેલી શ્રદ્ધા જે તે વ્યક્તિના સ્વભાવ પર આધાર રાખે છે અને તેના પુરા જીવનને આકાર આપવાનું કામ કરે છે.

અધ્યાય ૧૮: આપણે બધા જ ગ્રંથો માં સાંભળ્યું છે અંતે તે જીવ વૈકુંઠ ને પામ્યો ભગવાનને જે સુંદર જીવન આપ્યું છે તે તેમને જ સમર્પિત કરી ને મુક્તિ મેળવો ક્યારેય ખરાબ વિચાર ન લાવીએ.

જય શ્રી કૃષ્ણ🙏

Sunday, 8 March 2026

માતૃત્વ, સંસ્કાર અને આધ્યાત્મિકતા જીવન નું સાચું ઘડતર

ફક્ત આજના જ દિવસે નહી દરરોજ મહિલા દિવસની જેમ જ સન્માન મળવું જોઈએ આ દિવસ માત્ર ઉજવણીનો દિવસ નથી,પરંતુ નારી શક્તિ,સંસ્કાર અને જીવનના ઘડતરના મૂલ્યોને યાદ કરવાનો દિવસ છે.

ભારતીય સંસ્કૃતિમાં નારીને હંમેશા ખૂબ ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે. આપણા શાસ્ત્રોમાં નારીને માત્ર પરિવારનો ભાગ માનવામાં આવ્યો નથી, પરંતુ તેને શક્તિનું સ્વરૂપ માનવામાં આવ્યું છે.

આપણા શાસ્ત્રોમાં એક સુંદર વાક્ય આવે છે

यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः। જેનો અર્થ થાય છે 

જ્યાં નારીનું સન્માન થાય છે, ત્યાં જ બધા દેવતાઓનો નિવાસ થાય છે.

આ વિચાર આપણને સમજાવે છે કે નારી માત્ર વ્યક્તિ નથી, પરંતુ સંસ્કાર અને દિવ્યતાનું પ્રતિક છે.

જ્યારે આપણે મંદિરમાં જઈએ છીએ ત્યારે આપણે લક્ષ્મી જી, સરસ્વતી જી અને માતા દુર્ગા ની પૂજા કરીએ છીએ.

લક્ષ્મીજી સમૃદ્ધિનું પ્રતિક છે

સરસ્વતીજી જ્ઞાનનું પ્રતિક છે

દુર્ગાજી શક્તિનું પ્રતિક છે

આ ત્રણેય ગુણો જીવનમાં સંતુલન અને વિકાસ માટે ખૂબ મહત્વપૂર્ણ છે.આપણી પરંપરામાં એક વધુ ઊંડો તત્વ છે 

શિવજી અને માતા જી એટલે શક્તિ નો અવિભાજ્ય સંબંધ.આ દ્રષ્ટાંત આપણને શીખવે છે કે શક્તિ વિના અસ્તિત્વ અધૂરું છે.અને આ શક્તિ જીવનમાં ઘણીવાર માતા સ્વરૂપે પ્રગટ થાય છે.મારે અહીં મારા જીવનનો એક નાનો અનુભવ શેર કરવો છે.

જ્યારે જ્યારે હું નાની હતી ત્યારે મારી માતાએ મને એક ખૂબ સુંદર વાત શીખવી હતી.તેઓ કહેતા કે સવારમાં ઉઠીએ અને રાત્રે સુઈએ તે પહેલાં આપણા કુલદેવીને નમન કરવું.માતા કહેતા કે દેવીઓને નમન કરવાથી માત્ર આશીર્વાદ જ નથી મળતા, પરંતુ સારી બુદ્ધિ અને સારા સંસ્કાર પણ મળે છે.એવા નાના લાગતા સંસ્કારો જ જીવનના ઘડતર માટે ખૂબ મહત્વપૂર્ણ બની જાય છે.મારી માતાને જોઈને જ મેં શીખ્યું કે જીવનમાં મોટાઓનો આદર કરવો, સેવા કરવી અને સંબંધોને પ્રેમથી જાળવવા.પછી જ્યારે લગ્ન પછી હું સાસરે ગઈ ત્યારે મને સમજાયું કે માતાનું બીજું સ્વરૂપ સાસુ છે.તેમણે જીવનમાં સંબંધોને સાચવવા, ઘર સંભાળવા અને નાની-નાની વસ્તુઓને સાચવી રાખવાની સમજ આપી.જીવનમાં સંયમ, વ્યવસ્થા અને સંસ્કાર આ બધું પણ જીવન ઘડતરનો મહત્વપૂર્ણ ભાગ છે.મારે અહીં મારી દાદીને પણ યાદ કરવી છે.મારી દાદીએ મને બાળપણથી ધાર્મિક વાર્તાઓનું મહત્વ સમજાવ્યું.

તેમણે મને ભાગવત ગીતા જી કે જેમનો પાઠ કર્યા વગર તે કઈ પણ અન્ન મોઢા માં મુકતા ન મુકતા અને આપણી ધાર્મિક  કથાઓ દ્વારા જીવનના મૂલ્યો સમજાવ્યા.તેમણે સમજાવ્યું કે ગીતા પાઠ, પ્રાર્થના અને આધ્યાત્મિક ચિંતન માણસને આંતરિક શાંતિ અને યોગ્ય દિશા આપે છે.આજે પણ જ્યારે હું ગીતા પાઠ કરું છું ત્યારે મને મારી દાદી યાદ આવે છે.અને ત્યારે મને લાગે છે કેઆ સંસ્કાર માત્ર મારા માટે નથી,પરંતુ હવે મારી જવાબદારી છે કે હું આ સંસ્કાર આગામી પેઢી સુધી પહોંચાડું.કારણ કે બાળકો ઘણી વખત શબ્દોથી નહીં,પરંતુ વર્તનથી શીખે છે.જો આપણે વડીલોનો આદર કરીએ,તો નવી પેઢી પણ તેને સ્વાભાવિક રીતે અપનાવે છે.આ રીતે સંસ્કાર એક પેઢીથી બીજી પેઢી સુધી આગળ વધતા રહે છે.હું આ સંસ્કાર મારી  દીકરીઓને  આપું.આજના સમયમાં ઘણી સ્ત્રીઓ વિવિધ ક્ષેત્રોમાં કાર્ય કરી રહી છે અને સમાજમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે.સાથે સાથે પરિવારનું સંચાલન, સંતાનોનું ઉછેર અને ઘરના સંસ્કાર જાળવી રાખવાનું કાર્ય પણ એટલું જ મહત્વપૂર્ણ છે.જીવનમાં ઘણી બાબતો પરસ્પર સહયોગ અને સમજણ પર આધારિત હોય છે.જેમ આપણા શાસ્ત્રોમાં શિવજી અને શક્તિ ના સંતુલનની વાત કરવામાં આવે છે,તે જ રીતે જીવનમાં પણ સહયોગ અને સંતુલન ખૂબ જરૂરી છે.

આજે જ્યારે હું માતા તરીકે જીવન જીવું છું ત્યારે મને વધુ સ્પષ્ટ રીતે સમજાય છે કે સંસ્કાર આપવું એટલે માત્ર શીખવવું નથી, પરંતુ જીવનમાં ઉતારવું છે.

અંતમાં માત્ર એટલું જ કહેવું છે  જે શક્તિને આપણે મંદિરમાં દેવી તરીકે પૂજીએ છીએ,તે જ શક્તિ આપણા જીવનમાં માતા સ્વરૂપે સંસ્કાર આપે છે.અને આ સંસ્કાર જ વ્યક્તિ, પરિવાર અને સમાજના ઘડતરનું સાચું આધાર બને છે.

વિશ્વની દરેક નારીને નમન.

Wednesday, 4 March 2026

"દેવને નહીં, જીવને રાજી કરીએ તો બસ છે; કારણ કે નિયત જ નિયતિ બનાવે છે."

 "દેવને નહીં, જીવને રાજી કરીએ તો બસ છે; કારણ કે નિયત જ નિયતિ બનાવે છે."

આ એક નાનું વાક્ય છે,

પણ તેના અંદર આખું જીવન સમજાઈ જાય એવું સત્ય રહેલું  છે.

આપણે બધા ભગવાનને રાજી કરવા માંગીએ છીએ તેમની ભક્તિ કરીયે છીએ.મંદિરમાં જઈએ છીએ, પૂજા અર્ચના કરીએ છીએ, આરતી કરીએ છીએ, વ્રત  પણ રાખીએ છીએ.કેમ કે તે આજના સમય માં મન ને શાંતિ આપે છે એવી શાંતિ કે જેના માટે આપણે બધુજ કરીયે છીએ.

આ બધું સારું છે પરંતુ એક પ્રશ્ન  થાય છે  ભગવાનને ખરેખર શું ગમે છે?

ભગવાનને ફૂલ, નારિયેળ કે મોટી પૂજા કરતાં વધારે માનવીની સાફ નિયત ગમે છે.

ભગવદ્ ગીતા માં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે:

"कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन।

मा कर्मफलहेतुर्भूर्मा ते संगोऽस्त्वकर्मणि॥"

જેનો અર્થ એ થાય છે કે, 

માનવીને માત્ર કર્મ કરવાનો અધિકાર છે,

ફળની આશા રાખ્યા વગર કર્મ કરવું જોઈએ.

આ વાત સમજવા માટે

આપણે આપણા ઘરની એક સુંદર વ્યક્તિને યાદ કરીએ ઘરની ગૃહિણી જે આપણી માતા, સાસુ કે એવી દરેક સ્ત્રી જે બધુજ કરી છુટે છે કેમ કે તેને તે કરવાથી આત્મસંતોષ મળે છે કે તેમને પોતાની જાત ઘસી નાખી તેમના કુટુંબ માટે ,એનો આખો દિવસ પરિવાર માટે જ પસાર થાય છે.

સવારથી લઈને રાત સુધી એ સતત કામ કરતી રહે છે. બાળકોને તૈયાર કરવાનું, ઘરનું કામ,સાફ સફાઈ કરવાની,કોઈ અચાનક આવી જાય તો ઘર વ્યવસ્થિતપણે હોય અને પ્રેમથી રસોઈ બનાવવી એ આ બધું કોઈ ઇનામ માટે નથી કરતી.

એને કોઈ પગાર નથી મળતો.ઘણી વખત તો તમે સારું કર્યું એવું સુદ્ધાકોઈ નથી કેહતું તો પણ તે નિસ્વાર્થ ભાવે બધુજ કરે છે. પણ છતાં એ રોજ

દિલથી જમવાનું બનાવે છે. કારણ કે એની નિયત પ્રેમથી ભરેલી હોય છે. અને એ જ  તેમનો પ્રેમ આશીર્વાદ છે જે થી વિશેષ હું નથી માનતી કે જીવન માં કઈ પણ હોય.

એ જ નિયત તેઓ બાળકોને સારા સંસ્કાર આપે છે.

શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે

"यद् यद् आचरति श्रेष्ठस्तत् तत् एव इतरः जनः।"

તેનો અર્થ એ છે કે 

મોટા લોકો જે વર્તન કરે છે,બાકી લોકો પણ એ જ અનુસરે છે.

બાળકો માતા-પિતાને જોઈને જ શીખે છે. અને જીવનનો એક સુંદર નિયમ પણ છે  આપણ ને  તેજ શીખવે છે.


જો આપણે બીજાને મદદ કરી એ તો ,એને ભગવાન ધણું આપે છે."

એક નાની ઘટના યાદ આવે છે.

એક ગરીબ વૃદ્ધ માણસ હતો.તેના પાસે બહુ કંઈ નહોતું. એક દિવસ એક મુસાફર ભૂખ્યો અને થાકેલો તેના ઘરે આવ્યો. વૃદ્ધ પાસે થોડું જ જમવાનું હતું પણ તેણે પોતાના માટે રાખેલું જમવાનું પણ

પ્રેમથી તેને આપી દીધું.જે આપણા ધાર્મિક પુસ્તકો છે જેમકે પૌરાણિક વાર્તાઓ,કથાઓ,કે અધિક માસ ની વાર્તા ઓ નો સંગ્રહ ખુબ શીખવી જાય છે.

કોઈએ પૂછ્યું અને કહ્યું તારે ખાવાના ફાફા છે ને તું શું બીજા ને મદદ કરવા આગળ આવે છે,

“તમે તો ગરીબ છો, છતાં કેમ આપી દીધું?” વૃદ્ધ હસીને બોલ્યો 

એટલું સમજાય છે કે 

જે  આપણે બીજાને  આપીએ છીએ ,એને ભગવાન ઘણું  બધું  આપે છે."

અને ખરેખર મે જાતે અનુભવ્યું છે કે ભગવાન ક્યારેય કામ અટકવા નથી દેતો જે પણ થાય છે તે સારા માટે જ થાય છે એટલો વિશ્વાસ જ બધું જ છે હિંમત છે જીવન સારું નિયત થી જીવવા માટે ની 

જીવનમાં જ્યારે તે વૃદ્ધ મુશ્કેલીમાં પડ્યો, ત્યારે ગામના લોકો મદદ માટે આવી ગયા. કારણ કે ભગવાન ઘણી વાર વસ્તુ સ્વરૂપે નઈ પણ કોઈ ને કોઈ રૂપ માં મદદ જરૂર કરે છે શાસ્ત્રમાં પણ કહેવામાં આવ્યું છે:

"परोपकाराय पुण्याय पापाय परपीडनम्।"

જેનો અર્થ એ થાય કે 

બીજાનો ઉપકાર કરવો એ પુણ્ય છે,

અને બીજાને દુઃખ આપવું એ પાપ છે.

ફક્ત એટલું જ કરવું જોઈએ 

કોઈને દુઃખ ન આપો,

શક્ય હોય ત્યાં મદદ કરો,

અને દરેક કામ દિલથી કરો.

કારણ કે અંતે તો 

"દેવને નહીં, જીવને રાજી કરીએ તો પૂરતું છે;

કારણ કે અમારી નિયત જ આપણી નિયતિ બનાવે છે."